SIP માં છેલ્લા 2 વર્ષ થી Return નથી મળતું. શું કરવું?
આજ ના સમય માં છેલ્લા 2 વર્ષ ની તમને તમારા SIP પર સારા પરિણામો એટલે કે Returns દેખાતા ના હશે. ઘણા માઇનસ માં પણ દેખાશે.
તો શું તે SIP કે મ્યુચલ ફંડ ખરાબ છે ?
આનો જવાબ ભૂતકાળ માં જશો તો મળી જશે.
એવું તો ઘણી મ્યુચલ ફંડ ની સ્કીમો માં થઇ ચૂક્યું છે પાછલા વર્ષો માં. ઉપર ના ઉદાહરણ માં એવું જ એક જુના ફંડ ની વાત કરી છે જે આવા ખરાબ સમય માંથી already પસાર થઇ ચૂક્યું છે.
- વર્ષ August 2001 અને August 2002 માં આ ફંડ ને નેગેટિવ રિટર્ન્સ નો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જેમણે August 2000 માં રૂ. 10,000 ની SIP થી ચાલુ કર્યું તેમને લાગ્યું હશે ઓગસ્ટ 2002 માં કે આ ફંડ માં મને પરિણામ નથી મળતા અને એમણે ત્યાં થી ફંડ માંથી Exit થઇ જવું જોઈએ.
- પણ ઉપર ના ઉદાહરણમાં તમે જોશો કે જો તમે ફંડ માંથી એક્ઝીટ (Exit) ના થયા અને SIP ચાલુ રાખી તો વર્ષે વર્ષે એ Loss માંથી Profit માં આવતું ગયું Returns. તમે જોશો કે માર્કેટ કેટલું જલ્દી રિકવર થઇ ગયું.
- વર્ષ ઓગસ્ટ 2009 માં આ ફંડ નું રિટર્ન 27.38% થઇ ગયું એટલે કે રૂ.10,000 ની SIP નું 10 વર્ષ સુધી નું રૂ. 12,00,000 ના રોકાણ ની વેલ્યુ રૂ. 51,03,861 થઇ ગઈ.
- બીજા 12 વર્ષ પછી એટલે કે માર્ચ 2022 માં ફંડ નું રિટર્ન 18.27% થઇ ગયું એટલે કે રૂ.10,000 ની SIP નું 22 વર્ષ સુધી નું રૂ. 27,00,000 ના રોકાણ ની વેલ્યુ રૂ. 3,10,30,400 થઇ ગઈ.
તો શીખવા જેવી કેટલીક બાબતો :
1. મ્યુચલ ફંડ માં રોકાણ કર્યા ના થોડા વર્ષો માં એટલે કે ટૂંકા ગાળા માં (Short Term) એટલે કે 1 થી 5 કે 7 વર્ષો માં બહુ મોટા પરિણામો ની અપેક્ષા ના રાખવી.
2. મ્યુચલ ફંડ માં લાંબા ગાળે કરેલા રોકાણ નું પરિણામ સારું આવે છે જે તમારા નિર્ધારિત લક્ષ્ય ને પુરા કરશે.
3. ટૂંકા ગાળામાં કરેલા રોકાણ નું મૂલ્ય (Value) વધે પણ ખરું અને ના પણ વધે કારણકે ટૂંકા ગાળામાં બજાર માં સ્થિરતા જોવા ના મળે એટલે ઘણી ઉત્તર ચઢાવ ભાવ માં આવતી હોય છે જેને બજારની ભાષામાં Volatality કહેવાય. આવા સમયે પોતાના મન પાર કાબુ રાખી ખોટા નિર્ણયો ના લેવા અને રોકાણ બંધ ના કરવું.
4. ટૂંકા ગાળા માં પણ SIP ચાલુ જ રાખવી. ટૂંકા ગાળાના સમય માં આવતા ઉત્તર ચઢાવ માં ચાલુ રાખેલી SIP તમને વધુ વળતળ અપાવશે કારણકે તમને એક સરેરાશ ભાવ નો ફાયદો મળે છે જેમાં તમને ફાયદો લાંબે ગળે વધારે મળે છે કારણકે એવા સમયે તમને ઓછા ભાવમાં Units વધારે મળે છે.
આજનો આ સમય છેલ્લા 2 વર્ષ થી બજાર માં ધાર્યા પરિણામો ન મળતા રોકણકોરો ને પ્રશ્ન ઉભો થાય છે કે હવે શું કરવું ? બજાર માં ટૂંકા ગાળા માં અલગ અલગ કંપાનીઓ ના ભાવ માં થતા ઉત્તર ચઢાવ ઘણા બધા દેશ ના આંતરિક અને બાહ્ય પરિબળો ને લીધે થતા હોય છે. પણ લાંબા ગાળા માટે થતા રોકાણને આ ટૂંકા ગાળાના પરિબળો ઓછા અસર કરે છે અને રોકાણ નું મૂલ્ય વધારે છે.
મ્યુચલ ફંડ માં રોકાણ હવે સર્વ સામાન્ય બાબત થઇ જાય છે. દરેક વય ની ઉમર ની વ્યક્તિ ને તેમના આર્થિક સ્થિતિ પ્રમાણે SIP માં રોકાણ કરી જ શકે છે.
હું ચાર્ટર્ડ અકેકાઉન્ટન્સી ના ઇન્ટર ના અભ્યાસ ની સાથે કંપની સેક્રેટરી પણ છું અને સાથે છેલ્લા 10 વર્ષ થી વાણિજ્ય ના ક્ષેત્ર માં કામ કરું છું સાથે હું એસોસિએશન ઓફ મ્યુચલ ફંડ ઓફ ઇન્ડિયા (AMFI) દ્વારા પ્રમાણિત રજીસ્ટર્ડ મ્યુચલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે.
અમે હંમેશા એવું જ ઇચ્છીયે કે અમારા દ્વારા જેમણે રોકાણ કર્યું હોય એમને વધારે અને વધારે ફાયદો થાય અને તેઓ પોતાના લક્ષ્ય ને ખુશી ખુશી હાસિલ કરે.
વધુ માહિતી માટે મને સંપર્ક કરો.
દ્વારકેશ કેયુર દીવાન
(8866185760)