એલઆઈસીની નવી યોજના
- શું તમે સુરક્ષિત રોકાણની સાથે કરોડપતિ બનાવા માંગો છો?
- એલઆઈસીની જીવન લાભ પોલિસી વિશે વિસ્તૃતમાં જાણો
- દર મહિને અંદાજે 233 રૂપિયા જમા કરવાથી 17 લાખનુ મોટુ ફંડ મળશે
એલઆઈસી જીવન લાભ
એલઆઈસી જીવન લાભ એક એવી પોલિસી છે, જેમાં તમે દર મહિને અંદાજે 233 રૂપિયા જમા કરી 17 લાખનુ મોટુ ફંડ મેળવી શકો છો. આવો જાણીએ છીએ આ પૉલિસી અંગે. આ એક નૉન લિન્ક્ડ પોલિસી છે, જેનુ નામ છે- જીવન લાભ. જેના કારણે આ પૉલિસીનો શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. માર્કેટ ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર બિલ્કુલ નહીં હોય. એટલેકે આ સ્કીમમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. આ પ્લાન બાળકોના લગ્ન, અભ્યાસ અને પ્રોપર્ટીની ખરીદીને ધ્યાનમાં રાખીન બનાવવામાં આવ્યો છે.
પૉલિસીની ખાસિયત
- એલઆઈસીનો જીવન લાભ પૉલિસી લાભ અને સુરક્ષા બંને માટે છે.
- આ પૉલિસીને 8 થી 59 વર્ષની ઉંમરના લોકો સરળતાથી લઇ શકે છે.
- 16 થી 25 વર્ષ સુધી પૉલિસીની ટર્મ લઇ શકાય છે
- ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ લેવો પડશે.
- જેમાં મોટાભાગના રકમની કોઈ મર્યાદા નથી.
- 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
- પ્રીમિયમ પર ટેક્સ ડિસ્કાઉન્ટ અને પૉલિસી ધારકની મૃત્યુ થતાં નૉમિનીને વીમાની રકમ અને બોનસનો લાભ મળે છે.